પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વવાળી રાજ્ય સરકારના પ્રયાસો થકી રાષ્ટ્રવ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશને વેગ મળ્યો છે. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સહિત નાગરિકો પણ આ ઝુંબેશને સફળ બનાવવા સંકલ્પબદ્ધ થયા છે. “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ અંતર્ગત નર્મદા જિલ્લા સહિત તિલકવાડાના સેવાડા ગામના બાળકો-મહિલાઓમાં પણ સ્વચ્છતા ઝુંબેશ અંગે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનો, મહિલાઓ, વડિલો સહિત બાળકો પણ સ્વચ્છતા ડ્રાઈવમાં પોતાની હિસ્સેદારી નોંધાવીને ગ્રામજનોમાં સ્વચ્છતા પ્રત્યેની ભાવના કેળવી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application