ઉચ્છલના બેડકી નાકા પાસેથી આજરોજ વાહન ચેકિંગ દરમિયાન સ્વીફ્ટ કાર નંબર એમએચ/01/સીપી/1597 માંથી વ્હીસ્કીની બોટલ નંગ 500 જેની કિમંત રૂપિયા 45,000/- નો ઈંગ્લીશ દારૂના મુદ્દામાલ સાથે (1) જીતેન્દ્રભાઈ કોલમસિંગભાઈ ગીરાસે રહે, લ્હાન માલીવાડ, ધાનોરા રોડ-નંદુરબાર (મહારાષ્ટ્ર) (2) દિનેશભાઈ સુરેશભાઈ મરાઠે રહે, રસિકલાલ સર્કલ, વાધોડા રોડ પટોન્ડા-નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓની અટક કરી પૂછ પરછ હાથ ધરતા દેવેન્દ્રભાઈ રામસિંગભાઈ ચૌધરી રહે, ગળવી દેસાઈ પેટ્રોલ પંપની પાસે જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાએ દારૂનો મુદ્દામાલ ભરી આપી સુરત ખાતે રહેતો રાહુલભાઈ નામના ઈસમને આપવા જવાનો હોવાનું જણાવ્યું હતું.
બનાવ અંગે હેડકોન્સ્ટેબલ જીતુભાઈ શંકરભાઈની ફરિયાદના આધારે દારૂ, મોબાઈલ ફોન અને કાર મળી કુલ રૂપિયા 4,55,000/- નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો દાખલ બે જણા ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500