Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં કપુરા ગામેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો, બાઈક ચાલક ફરાર

  • July 22, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં કપુરા ગામનાં કપુરાથી સરૈયા જતાં રોડ પરથી પોલીસે એક કાપડનાં થેલામાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બનાવ અંગે પોલીસે બાઈક ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો.


મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસોનો શનિવારનાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમિયાન કપુરાથી સરૈયા તરફ જવાના રોડ ઉપર હતા તે દરમિયાન કપુરા ગામનાં હાઈસ્કુલ રોડ ઉપર એક બાઈક ચાલક નંબર વગરની બાઈકની પાછળ કઈક બાંધી લાવતો હોય પોલીસને તેની પર શંકા જતાં તે ઉભો રાખવાનો કરતા બાઈક ચાલકે પોતાની બાઈક રોડની સાઈડમાં આડી પાડી લઈ અંધારાનો લાભ ખેતરાડીમાંથી થઈ ભાગી છૂટ્યો હતો. જોકે પોલીસે બાઈક પાડી હતી તે જગ્યા પર જઈ જોતા એક કાપડનાં થેલામાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની 156 નંગ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો અને બાઈક મળી કુલ રૂપિયા 22,800/-નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસને જોઈ ભાગી છુટેલ બાઈક ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.       


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application