ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડ રસન ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી જાહેરાત કરી છે. એન્ડરસન તેની છેલ્લી ટેસ્ટ મેચ વેસ્ટઈન્ડિઝ સામે 10 જુલાઈએ લોર્ડ્સમાં રમશે. 2002માં જેમ્સ એન્ડરસને વનડે ક્રિકેટમાંથી ડેબ્યુ કર્યું હતું. જેમ્સ એન્ડરસને ઇંગ્લેન્ડના ટેસ્ટ કોચ બ્રેન્ડનમેક્કુલમ સાથે વાત કર્યા બાદ નિવૃત્તિનો નિર્ણય લીધો હતો. તેણે પોસ્ટમાં લખ્યું છે કે તેણે 20 વર્ષ દેશનું પ્રતિનિધત્વ કર્યું છે. તે બાળપણથી ક્રિકેટ રમી રહ્યો છે. હવે ઈંગ્લેન્ડ માટે રમવાનું મિસ કરીશ. આ સમય ટીમને અલવિદા કહી યુવા ખેલાડીઓને સમય આપવો જરૂરી છે. હાલમાં જેમ્સ એન્ડરસન બ્રેક પર છે. તેણે જણાવ્યું કે, વર્કલોડ મેનેજમેન્ટને કારણે તે માત્ર મેના અંત સુધી કોઈપણ કાઉન્ટી મેચ રમી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application