ઈંગ્લેન્ડે ધર્મશાળા ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી છે. ધર્મશાળા ટેસ્ટ 7 માર્ચ ગુરુવારના રોજ રમાશે. જે 5 ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ હશે. સીરિઝની છેલ્લી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે પોતાની પ્લેઈંગ 11માં એક ફેરફાર કર્યો છે.ઈંગ્લેન્ડની ટીમમાં માર્ક વુડની વાપસી થઈ છે. ધર્મશાળા ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમમાં જે એક ફેરફાર થયો છે, તે ઓલી રોબિન્સનના બહાર થવા તેમજ તેના સ્થાને માર્ક વુડ એન્ટ્રી પર થયો છે, માર્કવુડે હાલની સીરિઝમાં અત્યારસુધી 2 ટેસ્ટ રમી છે. જેમાં તેમણે 4 વિકેટ લીધી છે એટલે કે, તેનું પ્રદર્શન સારું રહ્યું નથી.
ધર્મશાળા ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11 ટીમ જોઈએ તો બેન સ્ટોક્સ કેપ્ટન, જૈક ક્રાઉલી, બેન ડકેટ, જો રુટ, બેન ફોક્સ,ટૉમ હાર્ટલે , માર્ક વુડ, જેમ્સ એન્ડરસન, શોએબ બશીર ધર્મશાળામાં ઈંગ્લેન્ડ પહેલી વખત ટેસ્ટ મેચ રમતી જોવા મળશે. ભારત અહિ પોતાની બીજી ટેસ્ટ મેચ રમશે. આ પહેલા 2017માં અહિ એક ટેસ્ટ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી જેમાં તેમણે 8 વિકેટથી જીતી હતી. ભારત અને ઈંગ્લેન્ડની સીરિઝની વાત કરીએ તો ઈંગ્લેન્ડ માત્ર એક ટેસ્ટ જીતી છે. ત્યારબાદ વિઝાંગ, રાજકોટ અને રાંચી ટેસ્ટ પર ભારતનો કબ્જો થયો છે. જો હવે ધર્મશાળામાં પણ ઈંગ્લેન્ડ મેચ હારી જાય છે તો 112 વર્ષ બાદ કોઈ ટીમ 5 ટેસ્ટ સીરિઝમાં પહેલી મેચ જીત્યા બાદ 1-4થી સીરિઝ હારશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500