નવસારી જિલ્લાના સમગ્ર વિસ્તારના લોકોમાં સુલેહ રાખવા અને લોકોની સલામતિ અને જાહેર શાંતિ જળવાય રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બને નહી તે જરૂરી છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા તાત્કાલિક અસરથી તા.૧૬/૧૨/૨૦૨૨ સુધી શસ્ત્રો, દંડા, તલવાર જેવા હિંસા પહોચાડી શકે તેવી ચીજવસ્તુઓ, સ્ફોટક પદાર્થો લાવવા લઇ જવા તેમજ સુરૂચિનો ભંગ થાય તેવા કોઇ પણ કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application