ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગ હસ્તકના 'ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (GEDA)" ગાંધીનગરના માર્ગદર્શનમાં જયભારતી ફાઉન્ડેશન દ્વારા જે.બી એન્ડ કાર્પ વિદ્યા સંકુલ, લસકાણામાં "ઊર્જા સંરક્ષણ વિશે જાગૃતતા અને ઊર્જા મિત્ર-હોમ વાન પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ઊર્જા વિશે, તેના પ્રશ્નો, સંરક્ષણ/બચતની જરૂરિયાત/આવશ્યકતા, ઊર્જા સંરક્ષણ દ્વારા પર્યાવરણ સુરક્ષા, ગ્લોબલ વોર્મિંગ/ ક્લાઈમેટ ચેન્જના કારણો અને અસરો પ્રત્યે જાગૃતિ કેળવાય, ઊર્જાનો કાર્યક્ષમ અને વિવેકપૂર્વક ઉપયોગ, પુન:પ્રાપ્ત/હરિત જેવા ઊર્જા જેવા વૈકલ્પિક સ્ત્રોતો, કાર્યક્ષમ ઉપકરણોના ઉપયોગ દ્વારા ઊર્જાની કટોકટીને અમુક અંશે નિવારી શકાય જેવા મુદ્દાઓ પર મૌખિક/PPT માર્ગદર્શન વાર્તાલાપ, પ્રદર્શન વાનમાં ડિસ્પ્લે કરવામાં આવેલ ઇલેક્ટ્રિક સાધોનોનો કાર્યક્ષમ ઉપયોગ, પાવર સેવર પેનલ દ્વારા ડેમોસ્ટ્રેશન, શોર્ટ વિડીયો/ ફિલ્મ, પ્રશ્નોતરી વગેરે પ્રવૃત્તિ દ્વારા પ્રોગામ કો-ઓર્ડીનેટર/તજજ્ઞ અને વેદાંત ફાઉન્ડેશનના પ્રમુખએ ઊંડાણમાં સમજ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500