ડાકોરમાં પાલિકા તંત્રએ ફરી દબાણ હટાવવાનું શરૂ કર્યું છે. જેમાં સોમવારે નાની ભાગોળ વિસ્તારમાં પાર્કિંગના રસ્તામાં નડતરરૂપ ઓટલા, શૌચાલય જેવા દબાણો દૂર કરી દેવાયા હતા. ડાકોર નગરપાલિકા વિસ્તારમાં ૩૦ દિવસ પહેલાથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં ડાકોરના મુખ્ય રસ્તાઓ અને ગોમતીઘાટ પરથી આશરે ૪૦૦થી વધુ દબાણોનો સફાયો કરી દેવાયો હતો. કામગીરી બાદ યાત્રાળુઓએ મંદિર સુધી પહોંચવામાં રાહત અનુભવી હતી. ત્યારે પાર્કિંગના રસ્તા બાબતે યાત્રાળુઓની રજૂઆતના પગલે આજે પાલિકા તંત્રએ ફરી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. પાર્કિેંગ બાજુ જવાના નાની ભાગોળ વિસ્તારમાંથી તંત્રએ ઓટલા, શૌચાલય જેવા દબાણો દૂર કરી પાર્કિંગનો રસ્તો ખૂલ્લો કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application