જિલ્લા રોજગાર કચેરી-સુરત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-સુરતના સંયુક્ત ઉપક્રમે અમરોલી કોલેજના સહયોગથી દક્ષિણ ગુજરાતના શિક્ષણ સ્નાતક ઉમેદવારોને ખાનગી શાળાઓમાં નોકરી મળી રહે તે હેતુસર જે.ઝેડ શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કોલેજ-અમરોલી ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો હતો. જેમાં સુરત, ભરૂચ અને નવસારી જિલ્લાની કુલ ૨૪ શાળાઓના પ્રતિનિધિઓએ હાજર રહી વિવિધ વિષયના શિક્ષકો માટેની ૨૦૦થી વધુ જગ્યાઓ માટે ઉમેદવારોના ઈન્ટરવ્યુ લીધા હતા. શિક્ષક બનવા માટે હાજર રહેલા કુલ ૩૨૪ ઉમેદવારો પૈકી ૧૩૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.
આ પ્રસંગે ભાવિ શિક્ષકોને પ્રોત્સાહન મળી રહે તે માટે વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.કે.એન. ચાવડા, અમરોલી કોલેજના સેક્રેટરી અશ્વિનભાઈ પટેલ, સનેટ મેમ્બર કનુભાઈ ભરવાડ, જિલ્લા રોજગાર અધિકારી પારુલબેન પટેલ, બિપીનભાઈ માંગુકિયા, DIET-સુરતના ડો.સંજયસિંહ બારડ, અમરોલી કોલેજના આચાર્ય ડૉ.રાજેશભાઈ રાણા, ડો.મુકેશ ગોયાણી તથા અન્ય મહાનુભાવો અને ઉમેદવાર યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500