Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણા અને બારડોલીનાં પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ગંગાધરા ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

  • November 28, 2022 

ચૂંટણીમાં મતદાનથી કોઈ ચૂંટણી ફરજ પરનાં કર્મચારીઓ વંચિત ન રહે તે હેતુથી સુરતનાં પલસાણા તાલુકાનાં ગંગાધરા હાઈસ્કૂલમાં કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ પેપર દ્વારા મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 474 સરકારી કર્મચારીઓએ પોતાના મતદાનનો અધિકાર લીધો હતો. રાજ્યભરમાં લોકશાહીનાં પર્વનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે અને લોકો મતદાનથી વંચિત ન રહે તે માટે સરકારે આગવું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે ચૂંટણી દરમિયાન અલગ-અલગ જગ્યાએ ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અને અન્ય ક્ષેત્રે કામગીરી બજવતા સરકારી કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહે તે હેતુથી પલસાણાનાં ગંગાધરા હાઈસ્કૂલ ખાતે પોસ્ટલ બેલેટ પેપર દ્વારા મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું.




પલસાણા તાલુકાનાં બે પોલીસ મથકનાં અને બારડોલી તાલુકાનાં બે પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મતદાનની તારીખ પહેલાં ફેસિલિટેશન સેન્ટર શરૂ કરી ગંગાધરા ખાતે પોસ્ટલ બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કર્મચારીઓએ અને અન્ય સરકારી કર્મચારીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું અને 474 જેટલા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું હતું. જેમાં બારડોલી વિધાનસભા છોડી અન્ય વિધાનસભાના 27 જેટલા મતદારોએ મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application