Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારીમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ના કર્મચારીઓને શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાયાં

  • February 13, 2024 

શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક સેવા માટેનો રાષ્ટ્રીય એવૉર્ડ નવસારી 1962 ટીમના કર્મીઓને ફાળે નવસારી જિલ્લામાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ ના કર્મચારીઓને શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત કરાયાં ગુજરાતની પશુ આરોગ્ય સેવાઓ હવે રાષ્ટ્રીય સ્તરે નોંધનીય કામગીરી કરીને એવોર્ડ મેળવી રહી છે. ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા હૈદરાબાદ ખાતે શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક રાષ્ટ્રીય એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં ભારતના તમામ રાજ્યો કે જ્યાં ઈમરજન્સી સેવા ૧૯૬૨ કાર્યરત છે તેમાંથી સર્વશ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક કામગીરી કરી હોય તેવા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વખતે શ્રેષ્ઠ કામગીરીના એવોર્ડ માટે ગુજરાતની ઈમરજન્સી સેવાની પસંદગી કરવામાં આવી હતી અને તેમાં પણ નવસારી જિલ્લામાંથી કરુણા એનિમલ એમ્બુલન્સ ૧૯૬૨ ની ટીમની પસંદગી કરવામાં આવી હતી. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ના કર્મચારી એવા પશુ ચિકિત્સા અધિકારી ડૉ. ઉર્વિ મોદી અને પાયલોટ કમ ડ્રેસર મહેશસિંહ ચૌહાણ ની શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.


પ્રાપ્ત વિગતો અનુસાર જીવદયા પ્રેમી જયંતિભાઈએ એક રખડતી ગાય ને પગમાં ફ્રેકચર થયેલું હોય ચામડી ફાડી હાડકું બહાર નીકળી ગયેલાની જાણ ૧૯૬૨ માં કરી એમ્બ્યુલન્સ ની મદદ માગી હતી. આ કેસ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨માં ફરજ બજાવતા પશુ ચિકિત્સા અધિકારી ડૉ. ઉર્વિ મોદી અને પાયલોટ કમ ડ્રેસર મહેશસિંહ ચૌહાણને મળી હતી. કેસ મળતાની સાથે ફરજ બજાવનાર બંને કર્મચારી જરૂરી સાધનો અને દવાઓ ભેગી (એક્ઠી)કરી અને ફોન પર કોલરને જરુરી માર્ગદર્શન અને સલાહ સૂચન આપી ઘટના સ્થળ પર પહોંચી ગયા હતાં.


ત્યા તેમણે જોવા મળ્યું કે એક રખડતી ગાય ને પગ માં ફ્રેકચર થયેલું હોય ચામડી ફાડી હાડકું બહાર નીકળી ગયેલું બંને કર્મચારી અને આજુબાજુના હાજર રહેલાં વ્યક્તિની મદદથી ગાય ને કંટ્રોલ કરી ડ્રેસિંગ કરતા જોવા મળ્યું કે ગાય નાં પાછળનાં પગમાં સડો થયેલો અને એ પગ માં આગળ વધતો હતો જેને અટકાવવા ફરજ પર હાજર ડૉકટરનાં જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત ૧૯૬૨ & ૧૦ MVD પ્રોગ્રામ મેનેજર ડૉ. પ્રિયંક પટેલ ના માર્ગદર્શન હેઠળ ડૉ. અભી દેસાઈ અને ડૉ. સની પ્રજાપતિ ની મદદ થી તાત્કાલીક ધોરણે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને અબોલ જીવ ને પીડા માંથી મુક્ત કરી માનવતા નું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું.


ઓપરેશન બાદ ગાય ને કોલર દ્રારા નજીક ની ગૌ શાળામાં લઇ ગયા હતાં જ્યાં તેનું રેગ્યુલર ડ્રેસિંગ કરતા ગાય તંદુરસ્ત થઇ ગઇ હતી. આ રાષ્ટીય કક્ષાના એવોર્ડ કાર્યક્રમનું આયોજન હૈદરાબાદ ખાતે કરવામાં આવ્યું હતું તથા પશુ ચિકિત્સા અધિકારી ડૉ. ઉર્વિ મોદી અને પાયલોટ કમ ડ્રેસર મહેશસિંહ ચૌહાણ ને ઇ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ ચેરમેન શ્રી ડૉ. જી. વી. કે. રેડ્ડી ના હસ્તે નેશનલ એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application