કુકરમુંડાના ફૂલવાડી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સહીત અનેક લોકો સાથે મળીને તાપી નદી ઉપર બનાવેલ ઉકાઈ ડેમ બનાવવા માટે જે લોકોની ફળદ્રુપ જમીન સંપાદિત કરી હતી. ત્યારે જેતે સમયે સરકાર દ્વારા વિસ્થાપિત પરિવારના શિક્ષિત બે રોજગારને વર્ગ-3 વર્ગ-4ની નોકરી આપવાની બાહેધરી આપી હતી, જેના સંદર્ભમા હાઇકોર્ટ દ્વારા સરકારને વિસ્થાપિતોને રોજગારી પૂરી પાડવા માટે આદેશ કર્યો હતો. જેમનો અમલ થયો નથી. વિસ્થાપિતોને રોજગારી પૂરી પાડવા અંગે તાપી જિલ્લા કલેક્ટર દ્વારા તારીખ 27/8/2022 રોજ જિલ્લાના જુદા જુદા 64 વિભાગોને નામદાર હાઇકોર્ટના એસસીએ નં 7657/2016ના ચુકાદાથી શ્રમ અને રોજગાર વિભાગના 13/8/2020ના ઠરાવની જોગવાઈઓ ધ્યાને લઇ વિસ્થાપિતોને રોજગારી આપવા અંગે નિર્ણય લેવા જણાવ્યું હતું જેમનો અમલ આજ સુધી થયો નથી.
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલ ઉકાઈ વિસ્થાપિતો ગામો જેવા કુકરમુંડા કોન્ડ્રજ ગાડીત કેરણી કૌઠીપાડા, ગોરાસા, ઉટાવદ આશ્રવા હથોડા બહુરૂપા આમોદા બેજ મૌલીપાડા ચીખલીપાડા વેશગાવ પાણીબારા આશાપુર રણાઇચી ગંગથા ઉદામગડી પરોડ ગામોના શિક્ષિત બે રોજગારોને સ્થાનિક લેવલે વર્ગ 3 અને વર્ગ 4 ની ખાલી પડેલી જગ્યા પર નોકરીમાં પ્રદ્યાન્ય આપવા માંગ કરી હતી. તેમજ વધુમાં જણાવ્યું હતું કે,કુકરમુંડા વિસ્થાપિત થયેલા ગામોના વિસ્થાપિત પરિવારના શિક્ષિત બે રોજગારોને ઉકાઈ વિસ્થાપિત હોવા અંગેનું પ્રમાણપત્ર આપવામાં તેવી માંગ ફૂલવાડી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સહીત અનેક લોકો દ્વારા કુકરમુંડા મામલતદારને લેખિત રજૂઆત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application