ભટાર રોડ કોટક બેન્કની બાજુમાં ઉમંગ એપાર્ટમેન્ટમાં આવેલ ફોનવાલે નામની દુકાનમાં નોકરી કરતા મેનેજરે રોકડા ૧.૨૮ લાખ અને ૧૪ મોબાઈલ મળી કુલ રૂપિયા ૬.૫૬ લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે,
ખટોદરા પોલીસના જણાવ્યામુજબ અડાજણ એલ.પી.સવાણી રોડ માધવ પાર્કમાં રહેતા કલ્પેશ ફુલચંદ ઝાલા ભટાર રોડ કોટક મહિન્દ્રા બેન્કની બાજુમાં ઉમંગ ઍપાર્ટમેન્ટમાં ફોનવાલે નામની મોબાઈલની દુકાન ધરાવે છે. કલ્પેશે તેની દુકાનમાં મેનેજર તરીકે સની પ્રવીણ સોનાવાલા (રહે, સગરામપુરા મોટીલાલવાડજી આનંદનગર પાસે) રાખ્યો હતો. સનીએ મોબાઈલ ફોનનો સ્ટોક, રોકડ રકમ સાચવાની તેમજ રોજે રોજ ધંધાના વકરાના રોકડા રૂપિયા બેન્કમાં જમા કરવાની જવાબદારી હતી.
જોકે સનીએ પોતાની સત્તાનોદુરપયોગ કરી ગત તા.૭મી સપ્ટેમ્બરના એક મહિના પહેલાથી સ્ટોરમાંથી ૧૪ મોબાઈલ જેની કિંમત રૂપિયા ૫,૨૭,૩૬૮ અને રોકડા ૧,૨૮,૬૪૭ મળી કુલ રૂપિયા ૬,૫૬,૦૧૫ના મતાની ઉચાપત કરી છેતરપિંડી કરી હતી. પોલીસે કલ્પેશભાઈ ઝાલાની ફરિયાદ લઈ મેનેજર સની સોનાવાલા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500