દુનિયાનાં સૌથી ધનાઢય એલન મસ્કે ટવીટર સંભાળ્યા પછી કોઇને કોઇ નવા ફેરફાર થયા કરે છે આ માઇક્રો બ્લોગિંગ સાઇટ પર 280નાં સ્થાને 1000 અક્ષર લખી શકાશે એવો મસ્કે સંકેત આપ્યો છે. વાત એમ હતી કે, એ ટ્વીટર યુઝરે લખ્યું હતું કે, ટ્વીટર પર અક્ષર સંખ્યા 1000 હોવી જોઇએ. એલન મસ્કે આનો જવાબ આપતા લખ્યું હતું કે, ઇટ ઇઝ ઓન ધ ટોડો લિસ્ટ એટલે કે આ યાદીમાં છે. આમ ખૂદ એલન મસ્કે આનો સંકેત આપ્યો છે. પહેલા ટવીટર્ પર 140 અક્ષરોની મર્યાદા હતી આથી તેને માઇક્રોબ્લોગિંગ સેવા તરીકે ઓળખવામાં આવતું હતું.
ત્યાર પછી 2017માં આ મર્યાદા વધારીને 280 અક્ષરોની કરવામાં આવી હતી. અભિવ્યકિત માટે શબ્દોની મર્યાદાએ ટ્વીટર અને બાકીના સોશિયલ મીડિયામાં અંતર પડે છે. આથી જ તો મસ્કે અક્ષરની મર્યાદા વધારવાનો સંકેત આપ્યો છે. મસ્કે ટવીટર્ યુઝરને આ એક સારો વિચાર છે એમ વખાણ કર્યા હતા. ટવીટરેમાં હમણાં જ એક ફેરફાર કર્યો જેમાં એકાઉન્ટની સત્યતા તપાસવાનો મૂળ હેતું હતો. ત્રણ રંગોવાળા એક સિસ્ટમ જે ટ્વીટરની બ્લ્ચૂ ટીકનું સ્થાન લેશે. આમ મસ્ક માઇક્રો બ્લોગિંગ સાઇટ પર ધરખમ ફેરફર કરી શકે છે એવા સંકેત અનેક વાર આપ્યા છે. ટવીટર્ દુનિયામાં સૌથી વપરાશમાં લેવામાં આવકી સોશિયલ સાઇટ છે. વિવિધ દેશોના કાયદા કાનુન સાથે ટવીટરેને વિવાદમાં પણ ઉતરવું પડયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application