Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સેન્ટર ફોર સનાતન રિસર્ચના કોષાધ્યક્ષ તરીકે ગુજરાતના ઈલેવાન ઠાકરની પસંદગી

  • February 21, 2024 

કાશીના સેન્ટર ફોર સનાતન રિસર્ચની કાર્યકારી સમિતિની જાહેરાત સેન્ટરના મુખ્ય ટ્રસ્ટી રમણ ત્રિપાઠી દ્વારા કરવામાં આવી હતી. જેમાં સ્વનાથ પરિષદના અધ્યક્ષ અને વિશ્વ હિન્દુ પરિષદના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય સચિવ પ્રકાશ હરતાલકર ને સંરક્ષક, રાજસ્થાન ના લક્ષ્મીનારાયણ શર્મા ને મહામંત્રી, ગુજરાતના ઇલેવાન ઠાકર ને કોષાધ્યક્ષ તરીકે ની જવાબદારી આપવામાં આવી. સાથે સાથે ગ્વાલિયરના આર.સી. ગુપ્તા અને પશ્ચિમ બંગાળના પંડિત રમાકાંત પાંડેને ઉપપ્રમુખ તરીકે ની જવાબદારી સોંપવામાં આવી. આ સાથે ઉજ્જૈન ના કૈલાશ નારાયણ વ્યાસ અને કાંશી પ્રાંત ના શ્રીમતી ગુંજન નંદાને સેન્ટરના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.


આ કાર્યકારી સમિતિમાં વધુ ત્રણ લોકોને સમિતિના સભ્ય તરીકે લેવામાં આવ્યા હતા, જેમાં મિઝોરમના વરિષ્ઠ એસ.પી સિંહ, નવી દિલ્હીના કૌશલ અગ્રવાલ અને ગુજરાતના કપિલ ઠાકરને લેવામાં આવ્યા છે. સેન્ટરની કાર્યકારી સમિતિની જાહેરાત પછી, પ્રથમ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં દેશમાં સનાતન યુનિવર્સિટીની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના માટે ટૂંક સમયમાં દેશની તમામ રાજ્ય સરકારોને દરખાસ્ત મોકલવામાં આવશે. આ બેઠકમાં દેશની વિવિધ યુનિવર્સિટીઓમાં સનાતન વિષય પર સંશોધન કરવા માટે વિદ્યાર્થીઓને ફેલોશિપ આપવાનો નિર્ણય લેવાયો છે.


આ સાથે દેશના જીડીપીમાં સનાતન સંસ્કૃતિના મઠો, મંદિરો, તહેવારો, ઉત્સવો અને ધાર્મિક મેળાઓની હિસ્સેદારી અને યોગદાનની માહિતી એકત્ર કરવા અને સચોટ અહેવાલ તૈયાર કરીને દેશ સમક્ષ રજૂ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, વિવિધ યુનિવર્સિટીઓના સંસ્કૃત વિભાગોના વિદ્વાન શિક્ષકોની મદદથી કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓને સનાતન વૈદિક સંસ્કૃતિના વિષય પર સંશોધન કરવાનું શીખવવામાં આવે અને વિદ્યાર્થીઓ આ વિષય ફરજિયાત તે તેના માટેના પ્રયાસો કરવામાં આવે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application