હરિયાણામાં હાથિની કુંડ બેરેજથી 4.5 કિ.મી પહેલા એક ડેમ બાંધવામાં આવશે. બંધનાં નિર્માણની કામગીરી શરૂ કરી છે. આનાથી નિર્માણથી યમુના કિનારે વસેલા જિલ્લાઓને પૂરથી રાહત મળી શકે છે. આ સાથે જ 250 મેગાવોટ વીજ ઉત્પાદનમાં મદદ મળશે તેમજ ડેમનાં પાણીથી 1.25 લાખ એકર જમીનને સિંચાઈ કરી શકાશે. સિંચાઈ વિભાગનાં અધિકારીઓએ જણાવ્યું કે, સૂચિત ડેમનો પ્રારંભિક સર્વે હરિયાણા અને હિમાચલ પ્રદેશનાં સંબંધિત વિસ્તારોમાં થઈ ચૂક્યો છે. હવે વધારાના સર્વે માટે હિમાચલ સરકાર પાસેથી NOC માંગ્યું છે જે બાદ આ ડેમના નિર્માણ માટે બંને રાજ્યો વચ્ચે સમજૂતી થઈ શકે છે. ગત મહિને પહાડોમાં વરસાદને કારણે યમુના નદીમાં ઘોડાપૂર આવ્યું હતું જેના કારણે માત્ર હરિયાણા જ નહી પરંતુ દિલ્હીને પણ હાલાકી ભોગવવી પડી હતી. આને ધ્યાનમાં રાખીને સરકાર લગભગ છ હજાર કરોડના ખર્ચે ડેમ બનાવવાની યોજના બનાવી રહી છે. તેમાં 14 કિલોમીટર લાંબો જળાશય હશે. તેના બાંધકામમાં N.H.73નો 11 કિમી લાંબો ભાગ અને નવ ગામો તેના કાર્યક્ષેત્રમાં આવી શકે છે.
જેમાં હરિયાણાના ચાર અને હિમાચલના પાંચ ગામોનો સમાવેશ થાય છે. આ સાથે જ વધુમાં અધિકારીઓએ જણાવ્યું કે જ્યાં ડેમ બનવાનો છે તે જગ્યા પસંદ કરવામાં આવી છે. તે લગભગ 5400 એકર જમીનમાં બનાવવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, પહાડોમાં વધુ પાણીની સ્થિતિમાં હથિની કુંડ બેરેજનાં દરવાજા ખોલી દેવામાં આવે છે. જો ડેમના નિર્માણ બાદ આવી સ્થિતિ સર્જાશે તો હાથીની કુંડ બેરેજનું પાણી આ ડેમમાં લાવવામાં આવશે. તેના જળાશયની ક્ષમતા 10.82 ક્યુસેક હશે. અધિકારીઓનું કહેવું છે કે, આ બંધનાં નિર્માણ બાદ માત્ર હરિયાણા જ નહીં પરંતુ UP, હિમાચલ અને દિલ્હીને પણ ફાયદો થશે. ડેમના નિર્માણથી હરિયાણાની સાથે UP અને દિલ્હીને પણ પૂરથી મુક્તિ મળશે. આ ઉપરાંત પાણીની ઉપલબ્ધતાના કારણે 250 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે. ડેમના જળાશયમાંથી પાણી નજીકની નહેરોમાં સિંચાઈના પાણીની તીવ્રતામાં સુધારો કરશે. બીજી તરફ જળાશયના પાણીથી રવિ અને ખરીફ પાકને સિંચાઈ કરી શકાશે. ઉત્તરપ્રદેશને પણ સિંચાઈના પાણીનો લાભ મળશે. આ ઉપરાંત પૂર નિવારણના કામો પાછળ દર વર્ષે જે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે તેની પણ બચશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application