જી.યુ.વી.એન.એલ. વડોદરા તથા દ.ગુ.વીજ કં.લી.ની વિજીલન્સ વિભાગની ટીમોએ સ્થાનિક વીજ કચેરીઓના કર્મચારીઓ સાથે વહેલી સવારે ધરમપુર નગર અને તાલુકાનાં ગામોમાં છાપો મારી ૧૦૫ ઘરોમાંથી ૨૯ લાખથી વધુની વીજ ચોરી ઝડપી પાડી હતી. વલસાડ તાલુકાના ગામોમાં છેલ્લા ઘણા સમયથી બેફામ વીજચોરી થઈ રહી હોવાની મળેલ ફરિયાદોને આધારે વીજ કંપની દ્વારા થોડા દિવસ પહેલા વલસાડ તાલુકાના ફલધરા સહિતના ગામોમાં છાપો મારીને લાખોની વીજચોરી પકડી હતી.
બાદ આજરોજ જી.યુ.વી.એન.એલ.. વડોદરા અને દ.ગુ.વીજ કં.લી., સુરતની વિજીલન્સ નગર સહિત વિભાગના અધિકારી-કર્મચારીઓએ લોકલ સબ ડિવીઝનની મળી કુલ ૫૩ જેટલી ટીમોએ વહેલી સવારે ધરમપુર નગર અને તેની આસપાસના બરૂમાળ, આવધા, આંબાતલાટ, માલનપાડા, ઝરીયા, તિસ્કરી વગેરે ગામોમાં હાથ ધરેલ તપાસ દરમ્યાન કુલ 2346 જેટલા કનેકશનોની ચકાસણી કરી હતી. જે પૈકી ૧૦૫માં વીજચોરી થતી હોવાનું ઝડપાઈ જતા કુલ ૨૯.૨૩ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. વધુમાં જાણવા મળ્યું છે કે, મોટાભાગના ઘરોમાં પાણીની મોટર ચાલતી હોવાથી વીજબીલ બચાવવા ડાયરેકટ લાઈન પર ગેડો નાંખવામાં આવ્યા હોવાનું જણાયુ હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500