સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં ત્રણ ગામોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમે પોલીસ કાફલા સાથે વહેલી સવારે દરોડા પાડી રૂપિયા ૪,૫૯,૦૦૦/-ની વીજ ચોરી ઝડપી પાડી હતી.
આ સાથે જ વીજ ચોરી કરનારાઓમાં વ્યાપક ફ્ફડાટ ફેલાયો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમે સોમવારે વહેલી સવારે માંગરોળ તાલુકાનાં સેલારપુર, ધોડબાર તથા માંડણ સહિતનાં ગામોમાં વહેલી સવારે વિજ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં વીજ કંપની દ્વારા ટીમો બનાવીને ત્રણ ગામોમાં ૫૯૬ જેટલા વીજ કનેક્શનનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી ૩૨ જેટલા વીજ કનેક્શનમાં ગેરરીતિ માલુમ પડતા દંડનીય બિલ ફટકારવામાં આવ્યા હતા. જેમાં કુલ રૂપિયા ૪,૫૬,૦૦૦/-ની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500