‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મારી માટી મારો દેશ’ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેમણે તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલી ગુણસદાની આશ્રમ શાળામાં શિક્ષણપ્રધાન કુબેર ડિંડોર સાથે ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં શાળામાં વીજમીટરના વાયરો ખુલ્લા હોવાનું તેમના ધ્યાને આવતા તેમણે કલેક્ટરને આકરી પૂછપરછ કરી હતી. અને યોગ્ય પગલા લેવા તાકીદ કરી હતી.
મહત્વનું છે કે ગુણસદાની આશ્રમ શાળામાં વહીવટ જિલ્લા પંચાયતને હસ્તક છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણપ્રધાન કુબેર ડિંડોરની આ મુલાકાતથી સ્થાનિક તંત્રમાં પણ ફફડાટ ફેલાયો હતો અને મુખ્યપ્રધાને કલેક્ટરને શાળાની સ્થિતિ અંગે સવાલો કરતાં સ્થાનિક તંત્રના વહીવટની ખામીઓ પણ છતી થઇ હતી.આ પહેલા જ્યારે રાજ્યમાં ગ્રામ્યસ્તરે શિક્ષણની કથળી રહેલી સ્થિતિને લઇને આઇએએસ ધવલ પટેલનો પત્ર વાઇરલ થયો હતો ત્યારે પણ શિક્ષણવિભાગ હરકતમાં આવ્યું હતું અને અધિકારીઓને તપાસની સૂચના આપવામાં આવી હતી. ત્યારે મુખ્યપ્રધાન અને શિક્ષણપ્રધાને પણ હવે સજાગ થઇને શાળાઓની વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application