Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ, ૬૩.૯૯ લાખની વીજચોરી ઝડપાઇ

  • May 15, 2023 

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મે માસની શરૂઆતથી જ સુરત શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે અને ગોડાદરા પેટા વિભાગીય કચેરીના વિસ્તારમાં વીજ ચેકિંગ દરમિયાન ત્રણ ગ્રાહકો ના વિજ કનેક્શન માંથી વીજ ચોરી કરાતી હોવાનું બહાર આવતા રૂપિયા ૬૩.૯૯ લાખનું  પુરવણી બિલ આપી ત્રણેય ગ્રાહકના વીજ કનેક્શન કાપી નાખવામાં આવતાં વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.


અત્રે નોંધનીય છે કે વિજ કંપની દ્વારા દાખલારૂપ કાર્યવાહી કરી વિજ વિભાગની સૂચના ના આધારે ત્રણેય ગ્રાહકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે ઉપરાંત વીજ ચોરી ની મીટરમાં જે ઈસમે એ વ્યવસ્થા કરી આપી હોય એ ઈસમ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવા વીજ કંપની દ્વારા સૂચના આપવામાં આવી છે.

શિવમ ડેવલોપર્સ, મિડાસ સ્ક્વેર અને લક્ષ્મી હોટલ ના વિજ મિટરોમાંથી વીજ ચોરી કરાતી હતી.

આ અંગે વધુ વિગતો મુજબ ડીજીવીસીએલ ના વડા જી.બી પટેલે જણાવ્યું કે ગોડાદરા વિસ્તારમાં ચેકિંગ દરમિયાન શિવમ ડેવલપસૅ.મીડાસ સ્ક્વેર. તેમજ ગોડાદરા વિસ્તારમાં આવેલ લક્ષ્મી હોટલ ના નામથી ઓળખાતી હોટલમાં મિટરોમાં ગત પાંચ મી મેના રોજ પહેલી સવારે સઘન વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેઓના મિટરો લોડીંગ માપણી કરતા મીટર ના ડિસ્પ્લે ઉપર દર્શાવતા એમપિયર નો તફાવત જણાયો હતો જેથી શંકા વધુ દ્રઢ બની હતી અને આ ત્રણ ગ્રાહકોના ચાર મીટરને હોટલના સંચાલકની હાજરીમાં શંકાસ્પદ સ્થિતિમાં પેપર સીલ કરી લેબોરેટરીમાં મોકલાયા હતા જે ગત 12મી મેના રોજ લેબ તપાસણી દરમિયાન વીજ મિટરોના ટર્મિનલ બ્લોક ત્રણેય ફેઝ સપ્લાય અને લોડ મેઇન ના ટર્મિનલમાં ઉપરથી ડ્રીલ કરી બોડી ના પાછળના ભાગેથી કોઈ બાહ્ય પદાર્થનો ઉપયોગ કરી કોપરના ફેક્સીબલ વાયરની લીંક મારી 20 મીટર માં નોંધાતો વપરાશ ઓછો થાય તેવી કાયમી વ્યવસ્થા કરી વીજ ચોરી કરાતી હોવાનું બહાર આવ્યું હતું જેથી ત્રણેય ગ્રાહકો સામે દાખલા રૂપ કાર્યવાહી કરી તેઓના વિજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે એટલું જ નહીં ત્રણે ગ્રાહક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ૬૩.૯૯ લાખનું પુરવણી બિલ ફટકારવામાં આવતા વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે હજુ પણ વિભાગની ટીમો દ્વારા સઘન ઝુંબેશ યથાવત રાખવામાં આવશે નું વિજિલન્સ અધિકારી પટેલે  ઉમેર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application