Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાની APMCમાં આગામી તારીખ 8નાં રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાશે

  • November 05, 2023 

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આવેલ એપીએમસીની જુલાઈમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલનો વિજય થયા બાદ તારીખ 8 નવેમ્બરના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે. વ્યારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીઈમસી)ની સામાન્ય ચૂંટણી જુલાઈ માસમાં યોજાઇ હતી જેમાં 16 બેઠકો પૈકી ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 04 મળી કુલ 14 બેઠક પર ભાજપ સમર્થિત પેનલે 14 બેઠક પર મેળવી વિજય મેળવ્યો હતો. જેમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે આગામી તારીખ 8 નવેમ્બરના રોજ બપોરે 12:00 કલાકે બજાર સમિતિના મુખ્ય કાર્યાલયમાં સામાન્ય સભા રાખવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application