ભારતીય ચૂંટણી પંચે આ વખતે અભિનેતા રાજકુમાર રાવ’ને પોતાનો નેશનલ આઈકોન બનાવવાનો નિર્ણય કર્યો છે. રાજકુમાર રાવને આવતીકાલે પંચ નેશનલ આઈકોન તરીકે નિયુક્ત કરશે. નેશનલ આઈકોન લોકોને મતદાનને લઈને જાગૃત કરે છે અને તેમનો પ્રયાસ મતદાનની ટકાવારી વધારવાનો છે. હિન્દી ફિલ્મોના અભિનેતા રાજકુમાર રાવે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમની ઘણી ફિલ્મો હિટ રહી છે પરંતુ 'ન્યૂટન' એક એવી ફિલ્મ છે જેણે તેમને એક અલગ જ ઓળખ આપી હતી. રાજકુમાર રાવને 2017માં રિલીઝ થયેલી આ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
આ ફિલ્મમાં રાજકુમાર રાવ નૂતન કુમાર નામના સરકારી ક્લાર્કના રોલમાં જોવા મળ્યો હતા. નૂતન કુમાર એક ક્લાર્ક હતા જે નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણીઓ કરાવવા માટે પ્રતિબદ્ધ હતા. ચૂંટણી પંચ તેમના આ રોલના ફાયદો ઉઠાવીને મતદાન માટે ઉત્સાહ પેદા કરવા માંગે છે. આ વર્ષે ઓગસ્ટમાં ચૂંટણી પંચે પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને દેશના નેશનલ આઈકોન બનાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે.
ત્યારે ચૂંટણી પંચ વધુમાં વધુ લોકો મતદાન કરે તેવું ઈચ્છે છે અને પંચનું મોટા ભાગે ધ્યાન યુવાનો પર છે તેથી જ તેણે પહેલા સચિન અને હવે રાજકુમાર રાવ જેવા સેલિબ્રિટીને પસંદ કર્યા છે. જ્યારે ચૂંટણી પંચ કોઈને નેશનલ આઈકોન બનાવે છે ત્યારે તે સેલિબ્રિટીએ ચૂંટણી પંચ સાથે એક સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કરવાના હોય છે અને પછી આ સેલિબ્રિટી જાહેરાતો દ્વારા, તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા અથવા અન્ય કાર્યક્રમો દ્વારા લોકોને મતદાન માટે જાગૃત કરે છે. આ પહેલા પણ ચૂંટણી પંચ દ્વારા ઘણા ખેલાડી અને કલાકારોને નેશનલ આઈકોલ બનાવી ચૂક્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500