નવસારીના જલાલપોરના એક ગામે રહેતી સગીરાને ડોગ બતાવવાનો બહાને ઘરમાં બોલાવીને શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યું હતું અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ગ્રામ્ય પોલીસ મથકે પોકસો એકટની કલમ મુજબ ગુનો દાખલ થયો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલોને ધ્યાને લઇ કોર્ટે વૃદ્ધને 10 વર્ષ કેદની સજા ફટકારી હતી. બનાવની વિગત એવી છે કે, જલાલપોર તાલુકાના એક ગામમાં રહેતા વૃદ્ધ (ઉ.વ.73) નાએ વર્ષ-2016માં એક સગીરાને ડોગ બતાવવાની લાલચ આપી ઘરમાં બોલાવી હતી સગીરા સાથે શારિરીક અડપલા કરી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ વૃદ્ધે સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.બનાવ અંગે નવસારી ગ્રામ્ય પોલીસે પોકસો એક્ટની કલબ મુજબ ગુનો નોંધી વૃદ્ધની ધરપકડ કરી હતી. નવસારી કોર્ટમાં આ કેસ ચાલી જતા જેમાં સરકારી વકીલ તુષાર સુળેએ દલીલો અને કોર્ટના ચૂકાદા રજૂ કર્યા હતા. જેને કોર્ટે માન્ય રાખી વૃદધને સગીરા ઉપર શારિરીક અડપલા કરી દુષ્કર્મ આચરવા બદલ 10 વર્ષની કેદની સજા ફટકારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application