Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બુહારી પાસે બાઈક અડફેટે વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

  • November 18, 2021 

વાલોડના બુહારી ગામ પાસે બાઈક અડફેટે ચઢેલા વૃદ્ધને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જોકે તેમનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.






મળતી માહિતી મુજબ વાલોડ તાલુકાના વીરપોર ગામના નાયકીવાડમાં રહેતા ૭૦ વર્ષીય ઠાકોરભાઇ મંગાભાઇ કોકણી ગત તારીખ ૧૪મી નવેમ્બર નારોજ બુહારી ગામ નજીક કુંભારવાડ બહુચરાજી માતાજીના મંદીર પાસે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે વખતે આ અજાણ્યા બાઈકના ચાલકે પોતાની કબજાની બાઈક પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ઠાકોરભાઇ કોકણીને બન્ને પગોમાં ગંભીર ઇજા પહોંચાડી ફેક્ચર કરી નાશી છુટ્યો હતો,









જોકે સુરતની નવી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઠાકોરભાઇ મંગાભાઇ કોકણીનું સારવાર દરમ્યાન તારીખ ૧૬મી નવેમ્બર નારોજ મોત નિપજ્યું, બનાવ અંગે ખટોદરા પોલીસે બનાવ બનાવ દાખલ કરી આગળની વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application