નવસારીનાં જલાલપોર તાલુકાનાં મરોલીથી ઉભરાટ જતાં રોડના વિનાયક માર્બલ પાસે બાઈક લઈને રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને સામેથી પુરઝડપે હંકારી આવતા બાઇક ચાલકે અડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મરોલી પોલીસ મથકે બાઈક ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિનોદભાઈ મોહનભાઈ પંચાલ (ઉ.વ.૭૨, રહે.નિતા એન્ટરપ્રાઈઝ, મરોલી ચાર રસ્તા, વાડાગામ, જલાલપોર)નો તારીખ ૨૬ નારોજ સાંજે ૫:૩૦ વાગ્યાના અરસામાં બાઈક લઈને મરોલી-ઉભરાટ રોડના વિનાયક માર્બલ સામેનો રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે વખતે યુનિકોર્ન મોટરસાઈકલના ચાલકે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં વિનોદભાઈને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મરોલી પોલીસે યુનિકોર્ન બાઈકનાં ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500