અમદાવાદના ન્યુ રાણીપ આકાશ રેસીડન્સીમાં રહેતા તેજશભાઇ નાગરભાઇ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ઘરેથી કૃષિ ટ્રાવેલ્સ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના માતાપિતા છેલ્લા પાંચ-છ વર્ષથી ગાંધીનગર કોબા ખાતે રહે છે. તેજસભાઈ ઘરે હાજર હતા. તે વખતે તેમના પિતા નાગરભાઇ પટેલનાં ફોન ઉપરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને જાણ કરી હતી કે તેમના પિતાને અકસ્માત થયો છે.
જેઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે લઈ આવવામાં આવ્યા છે. જેનાં પગલે તેજસભાઈ તેમના મિત્ર સાથે માતાને લઈને તાત્કાલિક ગાંધીનગર સિવિલ દોડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે નાગરભાઈને મૃત જાહેર કર્યા હતા. ત્યારે અકસ્માત બાબતે તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે, નાગરભાઇ મોપેડ લઈને ઘરેથી કામ અર્થે નીકળ્યા હતા. દરમ્યાન કોબાથી કમલમ તરફના રોડ પર કારના ચાલકે પોતાની કાર પૂર ઝડપે હંકારીને મોપેડને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાથી તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા કારના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરુ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application