બિહારનાં હાજીપુરમાં જળાભિષેક કરવા જતાં કાવડિયાઓનું ડીજે લગાવેલું વાહન હાઇટેન્શન તારની લપેટમાં આવી જતાં આઠ લોકો ગંભીર રીતે દાઝી ગયા બાદ મૃત્યુ પામી ગયાની ઘટનાથી હડકંપ મચી ગયું છે. આ ઘટના માટે ગામના લોકોએ વીજળી વિભાગ પર બેદરકારીનો આરોપ મૂક્યો હતો અને જ્યારે એસડીએમ તથા પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા તો ગ્રામીણોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. આ ઘટના હાજીપુર ઈન્ડસ્ટ્રિયલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સુલતાનપુર ખાતે બની હતી.
જ્યાં સાવનના મહિનામાં ગામના છોકરા દર સોમવારે નજીકમાં આવેલા હરિહરનાથ મંદિરમાં જળાભિષેક કરવા જતા હતા. રવિવારે રાતે પણ તેઓ જળાભિષેક કરવા ડીજે લઈને નીકળ્યા હતા. ટ્રેક્ટર ટ્રોલી પર વધારે ઊંચાઈ સુધી આ ડીજેનું સેટઅપ જમાવ્યું હતું. જે હાઈટેન્શન વાયરની લપેટમાં આવતા આ હોનારત સર્જાઈ હતી. માહિતી અનુસાર આ ગામમાં રોડ રસ્તાની હાલત એટલી હદે બિસ્માર હતી કે જેના લીધે ટ્રેક્ટર ટ્રોલી રોડ પરથી પસાર થઇ રહી હતી ત્યારે હાઈટેન્શન તારને સ્પર્શી ગઈ હતી. જેના કારણે કરંટ ફેલાયો અને તેના પર હાજર કાવડિયાઓ કરંટની લપેટમાં આવી ગયા. જેના લીધે 8 લોકો તો ઘટના સ્થળે જ મૃત્યુ પામી ગયાના અહેવાલ સામે આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application