Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યોગાચાર્ય ગોપાલજી દ્વારા લેખિત 'યોગા' પુસ્તકનું વિમોચન કરતાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

  • November 09, 2021 

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી આપણી પુરાતન ધરોહર એવી યોગ વિદ્યાની વિરાસત આજે  જન-જન સુધી પ્રસરી ચૂકી છે.તેમણે વધુમાં જણાવ્યું કે,વડાપ્રધાનશ્રીના પ્રયત્નોને  કારણે આજે યોગને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે.

 

 

 

 

ભાવનગર ખાતે યોગાચાર્ય ગોપાલજી દ્વારા લેખિત 'યોગા' પુસ્તકનું વિમોચન કરતા તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં ભારત અનેક વિદ્યાઓમાં પારંગતતા ધરાવતો  હતો અને સમગ્ર વિશ્વ તેનું અનુકરણ કરતુ હતું તેનું ઉત્તમ ઉદાહરણ યોગ વિદ્યા છે. કોરોના સમયે આપણને યોગ,આસન, પ્રાણાયામ વગેરેની મહત્તા સમજાઈ છે.પોપ્યુલર પ્રકાશનના માલિકશ્રી સુધીર શિવાનંદ ગોકડે જણાવ્યું કે,  પોપ્યુલર પ્રકાશન દ્વારા ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે યોગનું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.તેમાં યોગ, યોગાસન અને સ્પોર્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

 

 

 

 

આ સિવાય તેની અંદર સામાન્ય જ્ઞાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.જેથી વિદ્યાર્થીઓને ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારીઓ માટે ઉપયોગી બની શકે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.તેમણે વધુમાં ઉમેર્યું કે, સાત વર્ષ પહેલા પણ યોગા વિશે પુસ્તક તૈયાર કર્યું હતું. આ તેનું સુધારેલું સંસ્કરણ છે. આ પુસ્તકમાં યોગ વિશેની માહિતી શ્રી ગોપાલજી દ્વારા અને સામાન્ય જ્ઞાન વિશેની માહિતી ડો. સોનાલી અને શેફાલી દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ પુસ્તક વિમોચન પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી તથા ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application