Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાંગ્લાદેશમાં આર્થિક પરિસ્થિતિ બગડી : બાંગ્લાદેશે આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ પાસે 4.5 અરબ ડોલરની લોન માંગી

  • July 28, 2022 

ભારતનાં પાડોશી દેશ બાંગ્લાદેશમાં આર્થિક પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. બાંગ્લાદેશે આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (IMF) પાસે 4.5 અરબ ડોલરની લોન માંગી છે. આ સંબંધિત બાંગ્લાદેશનાં નાણાકીય મંત્રી એએચએમ મુસ્તફા કમાલે IMFને સત્તાકીય રીતે પત્ર લખ્યો છે. રિપોર્ટ અનુસાર IMFના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલિનાં જોર્જીવાને લખેલા આ પત્રમાં કહેવામાં આવ્યુ છે કે, દેશની આર્થિક હાલત વચ્ચે વિદેશી વિનિમય અનામતને સ્થિર રાખવા અને બાંગ્લાદેશ પર ક્લાઈમેટ ચેન્જના પ્રભાવોને ઓછા કરવા માટે લોન લેવાની જરૂર છે.




બાંગ્લાદેશ બેન્કનાં ડેટા અનુસાર ગયા વર્ષે જુલાઈથી આ વર્ષે મે દરમિયાન બાંગ્લાદેશની આયાત 81.5 અરબ ડોલર રહી જે એક વર્ષ પહેલાની તુલનામાં 39 ટકા વધારે છે. બાંગ્લાદેશનુ ચાલુ ખાતા નુકસાન નાણાકીય વર્ષ 2021-22ના શરૂઆતી 11 મહિનાઓમાં 6 ગણાથી વધારે વધીને 17.2 અરબ ડોલર થઈ ગયુ. બાંગ્લાદેશની વિદેશી વિનિમય અનામતમાં પણ ખૂબ ઘટાડો જોવા મળ્યો છે.




જોકે ગત તા.20 જુલાઈ સુધી બાંગ્લાદેશની વિદેશી વિનિમય અનામત 39.7 અરબ ડોલર છે. બાંગ્લાદેશમાં જૂન મહિનામાં મોંઘવારી દર નવ મહિનાનાં ઉચ્ચ સ્તરે રહ્યો. આ દરમિયાન મોંઘવારી દર 7.56 ટકા રહ્યો. નાણા મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓનુ કહેવુ છે કે એ પૂર્ણ સંભાવના છે કે, IMF પાસેથી મળનારી 4.5 અરબ ડોલરની રકમમાંથી 1.5 અરબ ડોલર પર કોઈ વ્યાજ લાગુ પડશે નહીં અને બાકીની રકમ પર બે ટકાથી ઓછુ વ્યાજ લાગુ થશે.




IMF પાસેથી આ પ્રકારની વિનંતી કરવાનો અર્થ છે કે, બાંગ્લાદેશ તે દેશોની યાદીમાં સામેલ થઈ ગયુ છે, જે દેશની અર્થવ્યવસ્થાને બચાવવા માટે IMF પાસેથી લોનની માગણી કરી ચૂક્યુ છે. આ મહિનાની શરૂઆતમાં IMFએ પાકિસ્તાનને ચાર અરબ ડોલરનુ પેકેજ આપવા પર સંમતિ વ્યક્ત કરી હતી. આ પેકેજ આગામી વર્ષે પાકિસ્તાનને આપવામાં આવશે. આ સાથે જ તંજાનિયાને 1.05 અરબ ડોલર અને ઘાનાને 1.5 અરબ ડોલરનુ આર્થિક પેકેજ આપવાની સંમતિ વ્યક્ત કરી.




રિપોર્ટ અનુસાર આ સંબંધિત બાંગ્લાદેશની IMF સાથે સપ્ટેમ્બરમાં બેઠક થઈ શકે છે જે દરમિયાન લોનને મુદ્દે શરતોને અંતિમ રૂપ આપવામાં આવશે. અધિકારીઓનુ કહેવુ છે કે, આ વર્ષે ડિસેમ્બર સુધી બંને પક્ષો વચ્ચે આ ડીલને લોકઈન કરીને જાન્યુઆરીમાં IMFની બોર્ડ મીટિંગ સમક્ષ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે આઈએમએફ દ્વારા મળનારી લોન સાથે જોડાયેલી શરતો ખૂબ આકરી હોય છે.




જેનુ પાલન ન કરવા પર ગંભીર દંડ ભોગવવો પડી શકે છે. ભારતના બે અન્ય પાડોશી દેશો પાકિસ્તાન અને શ્રીલંકાની આર્થિક હાલત કોઈનાથી છુપી નથી. શ્રીલંકામાં હાલત એટલી ખરાબ થઈ ગઈ કે લોકોને રસ્તા પર ઉતરવુ પડ્યુ. રાષ્ટ્રપતિએ દેશ છોડીને કોઈ અન્ય દેશમાં આશરો લેવો પડ્યો. પાકિસ્તાનનો સરકારી ખજાનો લગભગ ખાલી થઈ ગયો છે, ત્યાં મોંઘવારી આસમાને પહોંચી છે અને પાકિસ્તાની રૂપિયો નીચલા સ્તરે પટકાઈ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application