તાપી જિલ્લાનાં કુકરમુંડા ગામ નજીક આવેલ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનાં તળોદા શહેર વિસ્તારમાંથી પોલીસની ટીમે એક કરિયાણા દુકાનના સંચાલકને મહારાષ્ટ્રમાં પ્રતિબંધ ગુટકા અને સુગંધિત તમાકુના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આ શખ્સે કુકરમુંડા ગામથી ડાયમંડ નામની દુકાનમાંથી ગુટકાનો જથ્થો છૂટક વેચાણ કરવા માટે લાવ્યાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તળોદા શહેરનાં મરાઠા ચોકમાં રહેતો કરિયાણાની દુકાનનો સંચાલક લાલા દત્તુ પાટિલ (ઉ.વ.૪૪)ની કારમાં પ્રતિબંધિત ગુટકાનો જથ્થો સંગ્રહ કરી છૂટક વેચાણ કરતો હોવાની બાતમી તળોદા પોલીસને મળી હતી. જેથી પોલીસે રેડ કરતા કારમાંથી ૨૯,૯૯૦ રૂપિયાની કિંમતના ગુટકાના ૧૬૦ પ્લાસ્ટિકના પાઉચ, ૬,૦૦૦ રૂપિયાના ૫૦ પેકેટ, ૩,૯૬૦ રૂપિયાના ૨૦ સીલબંધ પેકેટ, ૧૦,૫૬૦ રૂપિયાની તમાકુ અને બે લાખ રૂપિયાની કાર મળી કુલ ૨,૨૫,૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી દત્તુની ધરપકડ કરી પૂછપરછ કરતા આ ગુટકા અને તમાકુનો જથ્થો કુકરમુંડા ગામની ડાયમંડ નામની દુકાનમાંથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી, આથી પોલીસે કુકરમુંડાના દુકાનના સંચાલક સામે પણ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500