Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલમાં બાઈક પર દારૂ લઈ જનાર નવાપુરનો ઈસમ ઝડપાયો

  • September 02, 2023 

ઉચ્છલનાં પટેલ ફળિયા ચાર રસ્તા પાસે ઉચ્છલથી નવાપુર તરફ જતા રોડ ઉપરથી બાઈક પર દારૂ લઈ જતો નવાપુર નામનો એક ઈસમ ઝડપાતા હતો. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો ગુરૂવારના રોજ ખાનગી વાહનમાં બેસી ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, નવાપુર ખાતેથી એક ઈસમ બાઈક ઉપર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી લાવનાર છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો ઉચ્છલનાં પટેલ ફળિયા ચાર રસ્તા પાસે ઉચ્છલથી નવાપુર તરફ જતા રોડ ઉપર અલગ-અલગ ટીમ બનાવી વોચમાં ઉભા હતા.



તે સમયે બાતમીવાળી બાઇક નંબર MH/39/AF/0309 બાઇક આવતા જોઈ તેને લાકડીના ઇશારે ઉભી રાખી બાઈક ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ શમુવેલભાઈ કન્થુભાઈ ગામીત (રહે.ડોકારે, આમલી ફળિયું, નવાપુર)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે બાઈકની આગળના ભાગે એક કાપડની થેલીમાં તપાસ કરતા થેલીમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. આમ, પોલીસે બાઈક અને ઇંગ્લિશ દારૂની બોટલો મળી કુલ રૂપિયા 15,900/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application