Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હિમાચલ પ્રદેશનાં બે જિલ્લામાં બે વખત ભૂકંપનાં આંચકા અનુભવાયા

  • August 17, 2022 

હિમાચલ પ્રદેશમાં આજરોજ સવારે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જોકે બે જિલ્લામાં બે વખત ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. રાજ્યની રાજધાની શિમલાનાં કોટખાઈનાં ગોહાચ અને મંડી જિલ્લાનાં સુંદરનગરની જયદેવીમાં આ આંચકા અનુભવાયા હતા. શિમલાનાં હવામાન કેન્દ્રે ભૂકંપની પુષ્ટિ કરી છે. આ દરમિયાન કોઈ જાનહાનિનાં નુકસાનનાં સમાચાર નથી. તમને જણાવી દઈએ કે, આ પહેલા રવિવારે ચંબામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.




જોકે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શિમલાનાં કોટખાઈનાં ગોહાચ વિસ્તારમાં મોડી રાત્રે 2:47 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. આ દરમિયાન લોકો ઉંધમાં હોવાથી આ આચંકા લોકોએ અનુભવ્યા નહોતા. આ દરમિયાન રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.80 માપવામાં આવી હતી. આ જ પ્રકારે 5 કલાક બાદ મંડી જિલ્લાના સુંદરનગરના જયદેવીમાં સવારે 7:45 વાગ્યે ભૂકંપ આવ્યો હતો.




આ દરમિયાન ભૂકંપની તીવ્રતા 2.80 રિક્ટર સ્કેલ માપવામાં આવી હતી. બંને વખત કોઈ પ્રકારની જાન હાનિનીના સમાચાર નથી આવ્યા. તાજેતરમાં જ રવિવારે 14 ઓગષ્ટના રોજ ચંબા જિલ્લામાં ભૂકંપ આવ્યો હતો. જેમાં જણાવી દઈએ કે, હિમાચલના ચંબા, મંડી અને શિમલા ભૂકંપને લઈને સૌથી સંવેદનશીલ માનવામાં આવે છે. આનો સમાવેશ ચાર અને પાંચ ઝોનમાં કરવામાં આવ્યો છે.




જ્યારે હિમાચલના ચંબા જિલ્લામાં સૌથી વધુ ભૂકંપ આવે છે. 1905માં કાંગડામાં મોટો ભૂકંપ આવ્યો હતો. દાવો કરવામાં આવે છે કે, 20 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. બીજી તરફ 1975માં કિન્નૌર જિલ્લામાં પણ મોટો ભૂકંપ આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application