નવા વર્ષની શરૂઆતના પહેલા જ દિવસે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે ભૂકંપના ઝટકા અનુભવાયા, નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીએ ભૂકંપની તીવ્રતા માપી. સેન્ટરે બતાવ્યુ કે, ભૂકંપની તીવ્રતા 3.8 રહી, જોકે, આ ઝટકાથી કોઇ જાન-માલને હાનિ પહોંચી નથી.
નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી અનુસાર, રવિવાર (01-01-2023) મોડી રાત્રે 1:19 વાગે હરિયાણાના જિજ્જરના ઉત્તર-પશ્ચિમમાં ભૂકંપ આવ્યો, જેની ઉંડાઇ જમીનથી 5 કિમી નીચે હતી. સેન્ટરમાથી મળેલા રીડિંગ અનુસાર, ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 3.8 હતી, આનાથી દિલ્હી-એનસીઆરના કેટલાય વિસ્તારોમાં ધરતી ધ્રુજી હતી.આ પહેલા 12 નવેમ્બરે આવેલા ભૂકંપની તીવ્રતા રિએક્ટ સ્કેલ પર 5.4 હતી, જે નેપાલમાં સાંજે લગભગ 7:57 વાગે આવ્યો હતો, નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીએ કહ્યું હતુ કે, ભૂકંપની ઉંડાઇ જમીનથી 10 કિમી નીચે હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500