યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ ચીનનાં હોતાનમાં 263 કિમી દક્ષિણ-પૂર્વમાં રિક્ટર સ્કેલ પર 4.7 તીવ્રતાનો ભૂકંપ નોંધ્યો. હોતાન પશ્ચિમી ચીનનો એક સ્વાયત્ત પ્રદેશ, દક્ષિણ-પશ્ચિમી ઝિંજિયાંગમાં એક મુખ્ય નખલિસ્તાન શહેર છે. યુએસજીએસે જણાવ્યુ કે, ભૂકંપ બુધવારે ચીનના હોતાનમાં 02:32 વાગે આવ્યો હતો. તેની ઊંડાઈ 17 કિ.મી હતી. હજુ સુધી કોઈ જાનહાનિ થઈ હોવાની જાણકારી નથી. જાણકારો મુજબ જમીનનાં અંદરનાં ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે. ભૂકંપનાં કારણે લોકોમાં ભયનો માહોલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application