ઉત્તરાખંડમાં આજરોજ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. જેમાં સાંજે 4.25 કલાકે ભૂકંપ આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ઋષિકેશ ભૂકંપનું કેન્દ્ર હતું. રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ હતી. આ પહેલા તા.9 નવેમ્બરે વહેલી સવારે બે વખત ભૂકંપ આવ્યા હતા. ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રે લગભગ બે વાગ્યા બાદ સવારે 6.27 કલાકે બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
જોકે રાત્રીનાં જાગતા લોકો ગભરાટનાં કારણે ઘરની બહાર નીકળી ગયા હતા. સૂત્રો અનુસાર, ભૂકંપનું પ્રથમ કેન્દ્ર નેપાળમાં હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 10 કિલોમીટર અંદર હતું. બીજું કેન્દ્ર પીધોરાગઢ હતું, જેની તીવ્રતા 4.3 હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500