લદાખમાં ગતરોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે આ વિસ્તારના લોકો ડરીને ઘરની બહાર દોડી ગયા હતા. જોકે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાની કે નુકસાન થયું નથી. લદાખ જેવા સંવેદનશીલ ભૌગોલિક વિસ્તારમાં ધરતીકંપ નવી વાત નથી. આ પ્રદેશ હિમાલયની ટેકટોનિક પ્લેટો પર આવેલો છે, જ્યાં હળવા અને મધ્યમ ધરતીકંપો વારંવાર નોંધાય છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ જણાવ્યું કે, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર લેહ-લદાખ ક્ષેત્રમાં પૃથ્વીથી 10 કિલોમીટર નીચે હોવાનું કહેવાય છે. ભૂકંપ સાંજે 4:23 કલાકે નોંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application