Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતમાં ‘Biparjoy Cyclone’ની વચ્ચે કચ્છમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 5 કિ.મી. દુર નોંધાયું

  • June 14, 2023 

ગુજરાતમાં ‘Biparjoy Cyclone’ હવે વધુ પ્રચંડ બન્યું છે. ત્યારે આવતી કાલે સાંજે ચારથી આઠ વાગ્યા સુધીમાં કચ્છ પાસેથી વાવાઝોડુ પસાર થવાનું છે. વાવાઝોડુ પસાર થવાનુ હોવાથી 125થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તારીખ 16 અને 17 જૂને હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. વાવાઝોડુ એટલું પ્રચંડ બન્યું છે કે, તેની આંખની આસપાસનાં વિસ્તારોમાં વધુ અસર થઈ શકે છે. વાવાઝોડાની આફત સામે વધુ એક આફતનો સામનો કચ્છ કરી રહ્યું છે.


વાવાઝોડાની આફત વચ્ચે સાંજે 5.05 કલાકે કચ્છમાં 3.5ની તીવ્રતાનો આંચકો નોધાયો છે. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 5 કિ.મી દુર છે. સંભવિત વાવાઝોડાની અસરને પગલે પશ્ચિમ કચ્છનાં દયાપર, દોલતપર, પાન્ધો-વર્માનગર, માતાનામઢ, કોટડા જડોદર, નારાયણ સરોવર, નલીયા, કોઠારા,નખત્રાણા સહિત 9 ગામોની બજારો આવશ્યક વસ્તુઓ સિવાય તારીખ 14 જૂને સાંજે 8 વાગ્યાથી તારીખ 16 જૂને 6 વાગ્યા સુધી બંધ રાખવા કલેકટરે હુકમ કર્યો છે. લખપત અને અબડાસા તાલુકાનાં દરિયાકાંઠા નજીકનાં ગામોની બજારો સંભવિત ચક્રવાતને લઇ સલામતીના ભાગરૂપે તારીખ 14થી 16 એમ સળંગ ત્રણ દિવસ બંધ રાખવા કચ્છના કલેકટર અમિત અરોરાએ જાહેરનામુ બહાર પાડ્યું છે.


જોકે દૂધ, શાકભાજી અને મેડિકલ જેવી જરૂરિયાતના વ્યવસાય ચાલુ રહેશે. દરિયાકિનારા વિસ્તારના સંભવિત અસર પામનારાં દયાપર, દોલતપર, પાન્ધ્રો-વર્માનગર, માતાનામઢ, કોટડા જડોદર, નારાયણ સરોવર, નલિયા, કોઠારા, નખત્રાણા ગામોમાં બજારની તમામ દુકાનો/ગલ્લાઓ/લારીઓ બંધ રાખવા હુકમ કર્યો છે. કચ્છ અબડાસા વહીવટીતંત્ર દ્વારા આશીરાવાંઢ અને દરાડવાંઢ ગામના લોકોને જખૌ પ્રાથમિક શાળા સેન્ટર હાઉસમાં સ્થળાંતર કરાયા છે. વહીવટીતંત્ર દ્વારા ભોજન-પાણીની વ્યવસ્થા, આરોગ્ય અને રહેઠાણની પૂરેપૂરી સગવડ કરવામાં આવી છે. જખૌ પ્રાથમિક શાળામાં હાલ 140 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. સેન્ટર હાઉસમાં જિલ્લાના અધિકારીઓ મુલાકાત લઇ તમામ વ્યવસ્થા કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application