પશ્ચિમ બંગાળનાં સિલિગુડી અને બિહારનાં અરરિયા બાદ હવે જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. આજે સવારે 10:10 વાગ્યે અહીં ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 આંકવામાં આવી છે. આ કેન્દ્ર જમ્મુ-કાશ્મીરમાં જ જમીનથી લગભગ 10 કિમી અંદર હતું. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ભૂકંપથી હાલમાં કોઈ નુકશાન નથી થયું. બિહારનાં અરરિયામાં પણ આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)નાં જણાવ્યા પ્રમાણે સવારે લગભગ 5:35 વાગ્યે આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 આંકવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી. પશ્ચિમ બંગાળનાં સિલીગુડીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. જોકે તારીખ 21 માર્ચનાં રોજ પણ જમ્મુ કાશ્મીરમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.0 આંકવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 133 કિમી દક્ષિણ પૂર્વમાં હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application