ગુજરાતમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી મળેલી માહિતી મુજબ આ ભૂકંપની તીવ્રતા 3.5 હતી. ગુજરાતમાં આજે સવારે લગભગ 10.26 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની ઊંડાઈ જમીનથી 7 કિમી નીચે હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપ ગુજરાતમાં સુરતથી 61 કિલોમીટરના અંતરે આવ્યો છે. હાલમાં આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી.ગુજરાતમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાથી થોડીક ક્ષણ માટે ભયનો માહોલ સર્જાયો હતો. ગુજરાતના સુરત તેમજ નવસારી વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આ ભૂકંપને કારણે લોક પોતાના ઘરની બહાર દોડી ગયા હતા. હજુ સુધી ભૂકંપને કારણે કોઈ મોટી જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. આ ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 નોંધાઈ હતી. ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં આજે સવારે 10 વાગ્યાના સુમારે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ગુજરાતમાં આ અગાઉ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા આવી રહ્યા છે. જો કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનમાલની કે નુકશાન થતું ન હોવથી તંત્ર અને લોકોને રાહત અનુભવાય છે. જો કે ભૂકંપને કારણે લોકોમાં ફફડાટ મચી જવા પામે છે. નોંધનીય છે કે ગુજરાતમાં 26મી જાન્યુઆરી 2001માં ભયકંર ભૂકંપ આવ્યો હતો અને ખુબ જ મોટી તારાજી સર્જી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application