રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપનાં આંચકા નોંધાઈ રહ્યા છે. જયારે કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે. વિગતો મુજબ ભચાઉથી 10 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ છે. આજે ફરી કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. હમણાં થોડા દિવસ પહેલા જ કચ્છમાં આવેલ ભૂકંપથી લોકો ફફડી ઉઠ્યા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે હાલમાં આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે આર્થિક નુકશાનના કોઈ સમાચાર નથી. હજી ગતરોજ નર્મદા જીલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કેવડીયાથી માત્ર 5 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ આજે કચ્છના ભચાઉ ખાતે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 ની નોંધાઈ હતી અને તેનુ કેન્દ્રબિંદુ ભચાઉથી 10 કિલોમીટર દુર નોંધાયુ હતું. જોકે આ ભૂકંપને કારણે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. રાજ્યનાં કચ્છ અને અમરેલીમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. આ દરમિયાન નર્મદા જીલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કેવડીયાથી માત્ર 5 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે આર્થિક નુકશાનના કોઈ સમાચાર નથી. પરંતુ ભુકંપનાં આ આંચકાથી લોકોમાં ભય ફેલાયો હતો અને ઘરની બહાર દોડી આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application