Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાડોશી દેશ પાકિસ્તાનમાં જોરદાર ભૂકંપ : 20 લોકોના મોત

  • October 07, 2021 

પાડોશી દેશ પાકિસ્તાનમાં ગુરુવારે સવારે 3.30 વાગ્યાની આસપાસ બલુચિસ્તાન પ્રાંતના હરનેઈ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ કૂદરતી આફતમાં 20 લોકોનાં મોત થયાના અહેવાલ છે. મૃતકોમાં એક મહિલા અને 6 બાળકનો સમાવેશ થાય છે. લગભગ 200 લોકો ઘાયલ થયા છે.

 

 

 

 

 

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6 તરીકે આંકવામાં આવી છે. US જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 20.8 કિમી નીચે હોવાનું જાણવા મળ્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કહેવું છે કે બચાવકાર્ય શરૂ કરાયું છે. મૃત્યુઆંક વધુ વધી શકે છે. અધિકારીઓએ મીડિયાને આપેલી વિગતો પ્રમાણે,ભૂકંપને કારણે દીવાલ ધરાશાયી થતાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ આંચકા સિબી, પિશિન, મુસ્લિમ બાગ, સૈફલ્લાહ કાચલક કિલ્લા, હરનઈ અને બલુચિસ્તાન અને ક્વેટાના આસપાસના વિસ્તારોમાં અનુભવાયા હતા. એ પછી, ઘણા વિસ્તારોમાં લોકો તેમના ઘરની બહાર રસ્તા પર આવી ગયા હતા. ડેપ્યુટી કમિશનર સુહેલ અનવર શાહીને જણાવ્યું હતું કે, અહીં કોલસાની ખાણોમાં કામ કરતા ઓછામાં ઓછા 4 લોકો ત્યાં ફસાઈ જતાં તેમના મોત નીપજ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર હરનઈ અને શહરાગ શહેરોમાં દીવાલો અને મકાનોની છત ધરાશાયી થતાં ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ભૂકંપમાં અનેક ખાનગી અને સરકારી ઇમારતોને નુકસાન થયું હતું. આ વિસ્તારોમાં મૃત્યુઆંક વધુ વધી શકે છે. દરમિયાન હરનઈની તમામ હોસ્પિટલોમાં ઇમર્જન્સી લાગુ કરાઈ છે. ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફને ફરજ પર મૂકાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application