કચ્છમાં વારંવાર ભૂકંપ આવ્યા હોવાની ઘટના બનતી હોય છે. ત્યારે ગુરુવારે સવારે પણ કચ્છમાં ધરા ધ્રૂજી છે.સવારે લગભગ 9 વાગ્યે અને 17 મિનિટે લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો.માહિતી મુજબ,ભૂકંપની તીવ્રતા 3.0ની મપાઈ છે, જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 17 કિમી દૂર નોંધાયું છે.
સવારે 9 વાગ્યે 3.0ની તીવ્રતાથી ભૂકંપ આવ્યો
મળતી માહિતી મુજબ, ગુરુવારે સવારે લગભગ 9 વાગીને 17 મિનિટે કચ્છમાં 3.0ની તીવ્રતાએ ધરતી ધ્રૂજી છે. ભૂંકપનું કેન્દ્રબિંદુ બચાઉથી 17 કિમી દૂર જણાવવામાં આવી રહ્યું છે. જો કે, આ ભૂકંપની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી એવા સમાચાર મળ્યા છે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2001માં 26મી જાન્યુઆરીના રોજ કચ્છમાં ભૂકંપની ભયાવહ ઘટના બની હતી. આ ઘટનાની અસર સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા મળી હતી.
11 જાન્યુઆરીએ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા
કચ્છમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. અગાઉ 11 જાન્યુઆરીના રોજ પણ કચ્છમાં ભૂંકપ આવ્યો હતો. 11મી સવારે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 2.9ની રહી હતી, જ્યારે ભચાઉથી 16 કિમી દૂર તેનું કેન્દ્રબિંદુ જાણવા મળ્યું હતું
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500