છેલ્લા કેટલાક સમયથી સતત દેશ-વિદેશમાં ભૂકંપના સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ હવે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા નોંધાયા છે. કચ્છમાં તો વારંવાર ભૂકંપનાં આંચકા અનુભવાતા રહે છે, તો આ બાજુ આજે ગીર તલાલામાં ભૂકંપથી ધરા ધ્રૂજી હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. જોકે ગતરોજ સુરતનાં દુધઈમાં ભૂકંપનાં આંચકા આવ્યા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 નોંધવામાં આવી હતી. તો આ પહેલા સુરતમાં ગઈકાલે મોડી રાત્રે 3.8ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ભયથી થથરી રહ્યા હતા. તો આજે રાત્રે ફરી ગીર સોમનાથ અને તલાલામાં ફરી ભૂકંપના આંચકો નોંધાયો છે અને આ 2.3 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.
જયારે મોડી રાત્રે 2.45 વાગ્યે તલાલામાં ભૂકંપના આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. ગીર સોમનાથમાં આવેલ આ ભૂકંપના આંચકો 2.3ની તીવ્રતાનો નોંધાયો છે. અને તલાલાનાં ભૂકંપનું કેન્દ્રબિંદુ તલાલાના ગામ્ય વિસ્તારથી દુર હોવાનું જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ સુરત અને ત્યારબાદ દુધઈમાં ભૂકંપથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. એ પછી ફરી આજે ગીર સોમનાથ, તલાલામાં ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
સુરતમાં ગતરોજ મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાને કારણે શહેરીજનો ઘરની બહાર તરફ દોડી ગયા હતા. લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં આંચકા અનુભવાયા હતા. હવે ગતરોજ સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા 3.8ની મપાઈ હતી. ભૂકંપનુ કેન્દ્રબિંદુ સુરતથી 27 કીમી દુર નોંધાયુ હતું. સુરતમાં ગઈકાલે આવેલા ભૂકંપના આંચકાને પગલે શહેરીજનો તેમના ઘરની બહાર દોડી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપને કારણે કોઈ નુકશાનના સમાચાર નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500