ભારતમાં છેલ્લા દિવસોમાં દિલ્હી સહિત ઉત્તર ભારતનાં અનેક વિસ્તારોને હચમચાવી દેનારા ભૂકંપે આ વખતે અરુણાચલ પ્રદેશનાં લોકોને આંચકો આપ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પ્રમાણે અરુણાચલ પ્રદેશનાં લેપા રાડા જિલ્લામાં સ્થિત બસર વિસ્તારમાં સવારે 9:55 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જણાવવામાં આવ્યું હતું કે, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 હતી અને આ ભૂકંપનું કેન્દ્ર બસરથી દક્ષિણપૂર્વ દિશામાં 10 કિલોમીટરની ઉંડાઈએ હતું.
હાલમાં આ ભૂકંપમાં કોઈ જાનહાનિનાં નુકસાનનાં સમાચાર નથી. જોકે, લોકોએ આ ભૂકંપનાં આંચકાને અનુભવ્યા અને ચોક્કસપણે ઘરોમાં વસ્તુઓ ધ્રુજતી જોઈ હતી. આ અગાઉ નેપાળમાં શનિવારે 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના આંચકા દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર NCRથી લઈને ઉત્તરાખંડ સુધી અનુભવાયા હતા.
આ ભૂકંપ ઉત્તરાખંડનાં પિથૌરાગઢથી 101 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં આવ્યો હતો. નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર બજાંગ જિલ્લાનાં પટાદેબલ ખાતે 29.28 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 81.20 ડિગ્રી પૂર્વ રેખાંશમાં 10 કિમીની ઊંડાઈએ હતું. નેપાળમાં એક અઠવાડિયામાં તે ત્રીજો ભૂકંપ હતો અને બિહાર સહિત ભારતનાં ઘણા ભાગોમાં તેની અસર વારંવાર જોવા મળી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500