Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : વહેલી સવાર અને મોડી સાંજનાં ટયુશન કલાસીસ પર પ્રતિબંધ

  • May 20, 2022 

તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જે.વલવીએ તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં વહેલી સવારના અને મોડી સાંજના ટયુશન કલાસીસો પર જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામામાં અનુસાર તાપી જિલ્લાના વિસ્તારમાં કોઇ પણ મથકોએ વહેલી સવારે ૦૭:૦૦ કલાક પહેલા  તથા સાંજે ૦૭:૦૦ કલાક બાદ કોઇ પણ ટયુશન કલાસીસો ચાલુ રાખી શકાશે નહિં કે વિદ્યાર્થીઓને ટયુશન કલાસીસોમાં અભ્યાસાર્થે બોલાવી શકાશે નહિં.



ટયુશન કલાસીસોની આજુબાજુ ૨૦૦ મીટર સુધી ચાર કે તેથી વધુ વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે નહિં. શાળા-કોલેજોના કંપાઉન્ડમાં ૨૦૦ મીટર સુધી શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ સિવાય અન્ય કોઇ ત્રાહિત વ્યક્તિ એકત્રિત  થઇ શકશે નહિં. આ હુકમ તા.૧૮/૦૭/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application