સુરત જિલ્લાના ગાય, ભેંસ વર્ગના અંદાજીત 5.89 લાખ પશુઓની ઉંમર, વેતર, માલિકનું નામ, ગામ, મોબાઇલ નંબર સહિતની માહિતી ઝડપથી મળી રહે તે માટે ઇઅર ટેગ લગાવવાની ઝુંબેશ જિલ્લા પંચાયત ના પશુપાલન શાખા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે 52 જેટલા પશુ ધન નિરીક્ષકો ને કામે લગાડવામાં આવ્યા છે. અને આગામી 31મી ડીસેમ્બર સુધી માં કામગીરી પૂર્ણ કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
ઇઅર ટેગના માધ્યમથી વેક્સીનેશનસ, કુત્રીમ બીજદાન, ડિવમિંગ સહિતની માહિતી પશુપાલન ખાતાને પલવારમાં મળતા સારવાર સરળ બનાવવામાં આવશે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ હવે પશુઓની ઓળખ માટે કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભારત સરકારના ઇન્ફર્મેશન નેટવર્ક ફોર ઍનિમલ એક્ટીવીટી ઍન્ડ હેલ્થ કાર્યક્રમ અંતર્ગત પશુઓની ઓળખ માટે ઇયર ટેગ લગાવવામાં આવી રહ્ના છે.
જેમાં સુરત જિલ્લાના ગાય તેમજ ભેંસના વર્ગના વાછરડા, બળદ, પાડી સહિતના અંદાજીત 5.89 લાખ જેટલા પશુઓને વેક્શીનેશન, કુત્રિમ બીજદાન, ડિવમિંગ સહિતની સારવાર આપી છે કે નહી તેની માહિતી પશુ ચિકિત્સક અને પશુપાલન વિભાગને મળી રહે તે માટે ઇયર ટેગિંગ કરવામાં આવી રહી છે. ઇયર ટેગિંગ દરેક પશુને કાનમાં લગાડાશે. જેમાં બારકોડેડ યુનિક આઇડેહ્લિટફિકેશનના આધારે પશુની ઓળખ થશે. ઉપરાંત પશુની ઉંમર, વેતર, પશુ માલિકનું નામ, ગામ અને તેનો મોબાઇલ નંબર સહિતની માહિતી મળી રહેશે.હાલમા જિલ્લામાં બે લાખ ની આસપાસ પશુ ઓને ઇયર ટેગ લગાવેલા છે અને 3.89 લાખ ગાય અને ભેંસ વર્ગ નાને લગાડવામાં આવનાર છે.
આગામી 31મી ડીસેમ્બર સુધી માં આ કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેમ જિલ્લા નાયબ પશુપાલન અધિકારી ડો.ઍન.ઍમ.પટેલે જણાવ્યું છે. વધુમાં ઇયર ટેગિંગથી અછત, પુર, અતિવૃષ્ટિ કે અન્ય કોઇપણ ડિઝાસ્ટર અંતર્ગત પશુઓને સહાય તેમજ નુકશાન, મૃત્યુ વખતે વળતર, લોન, સરકારી યોજનાઓ સહિતની કામગીરી સમયસર થઇ શકશે. ઇયર ટેગિંગ પશુના કાનની મધ્યભાગમાં લાગે તે માટે પશુપાલકે પોતાના પશુને બાંધીને નિયંત્રિત કરવાનું રહેશે. જા કે, આ ટેગના મદદથી પશુઓની ઉંમર, વેતર, માલિકનું નામ, ગામ, મોબાઇલ નંબર સહિતની માહિતી ઝડપથી મળી રહેશે. આ ઉપરાંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ હવે પશુઓની ઓળખ માટે કરવામાં આવી રહ્ના છે.વધુમા તેમણે અપિલ કરી છે કે જિલ્લામાં કાર્યરત દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.પશુ પાલકો.ગામના સરપંચો.તેમજ જનતિનિધિઓ આ ઝૂંબેશ માં પશુ પાલન વિભાગના અધિકારીઓ ને સહકાર આપશે તો કાર્ય ઘણું બધું સરળતા થી પાર પાડી શકાશે.અંતે ફાયદો પશુ પાલકો નેજ થનાર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500