EDએ ફરી એક વખત ઝારખંડનાં મુખ્યમંત્રી હેમંત સોરેનને સમન્સ મોકલ્યું છે. તેમને મંગળવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ અગાઉ તપાસ એજન્સી 5 વખત સમન્સ મોકલી ચૂકી છે, પરંતુ સોરેન ED સમક્ષ હાજર નહોતા થયા. હવે આ 6ઠ્ઠું સમન્સ મોકલવામાં આવ્યું છે. EDએ કથિત રાંચી જમીન ખરીદ-વેચાણ કૌભાંડની તપાસ અને પૂછપરછ માટે બોલાવ્યા છે. EDના એક અધિકારીએ સમન્સ અંગે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના મંગળવારે રાંચીમાં એજન્સીની ઝોનલ ઓફિસમાં હાજર રહેવાની અપેક્ષા છે. હાલમાં મોકલવામાં મોકલવામાં આવેલું સમન્સ એ કેસના સંબંધમાં એજન્સી દ્વારા સોરેનને મોકલવામાં આવેલ છઠ્ઠું સમન્સ છે. રાજ્યના મુખ્યમંત્રી હોવાની સાથે-સાથે સોરેન સત્તારુઢ ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ પણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application