પશ્વિમ બંગાળથી મોટા સમાચાર સામે આવ્યા છે. ટીચર ભરતી કૌભાંડમાં બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીના 13 ખાનગી ઠેકાણાઓ પર ED એ રેડ પાડી છે.ED એ મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ કરી છે. તો બીજી તરફ તેમના સહયોગી અર્પિતા મુખર્જીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત સુકાંત આચાર્યને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. શુક્રવારે અર્પિતા મુખર્જીના ઘરેથી 21 કરોડમાં બે હજાર અને 500 ની નોટનો ઢગલો મળ્યો હતો. ત્યારબાદ ઇડીએ રેડ વધુ તેજ કરી હતી. ડાયમંડ સિટી દક્ષિણ વિસ્તારમાં વધુ 3 ફ્લેટની જાણકારી ઇડીને મળી છે. Flat no 18d,19d , 20D આ ત્રણેય ફ્લેટ પ્રોસેસ ઓફ ક્રાઇમ રૂપિયા અંતગર્ત લેવામાં આવ્યા હોવાનો ઇડીએ દાવો કર્યો છે.18D પાર્થ ચેટર્જીના કુતરાના નામે હતો એવું ઇડીને જાણવા મળ્યું છે.
બીરભૂમિ જિલ્લાના શાંતિનિકેતનના ફુલડાંગ, પ્રાન્તિક વિસ્તારમાં 7 ઘર પાર્થ ચેટર્જીના છે. સૂત્રોના અનુસાર આ બધા ઘરોની દેખરેખ તેમની મિત્ર મોનાલિસા દાસ કરતી હતી. વિસ્તારના લોકોનું કહેવું છે કે આ ઘર પશ્વિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જી જ છે અને તે વચ્ચે વચ્ચે આવતા હતા. અને મોટાભાગે તેમના ઘરોની દેખરેખ તેમની મિત્ર મોનાલિસ દાસ જ કરતી હતી. ઇડીની ટીમ સતત પાર્થ ચેટર્જીના નજીકના માણસોના ઠેકાણાઓ પર રેડ પાડી રહી છે.
24 કલાકથી વધુનો સમય વિતી ગયો છે અને રેડ હજુ ચાલુ છે. ઇડીએ મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ કરી છે. પાર્થ ચેટર્જીને સીએમ મમતા બેનર્જીના નજીકના ગણવામાં આવે છે. તમને જણાવી દઇએ કે 2017 માં થયેલી ટીચર ભરતી કૌભાંડમાં ઇડીએ આ રેડ પાડી હતી. તે સમયે પાર્થ ચેટર્જી બંગાળના શિક્ષા મંત્રી હતા.તમને જણાવી દઇએ કે શુક્રવારે ઇડીની ટીમે પાર્થ ચેટર્જીના અંગત અર્પિતા મુખર્જીના ઘરે રેડ પાડી હતી. જ્યાં તેમણે 21 કરોડ રૂપિયા કેશ, 20 મોબાઇલ, અને મોટી માત્રામાં સોના ચાંદી અને વિદેશી કરન્સી મળી હતી.આ ભારે ભરઘમ રકમને ગણવા માટે બેંક કર્મચારીઓને કાઉટીંગ મશીનનો સહારો લેવો પડ્યો હતો. અર્પિતા મુખર્જી ઓડિયા અને તમિલ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.
ઇડીની રેડ યથાવત
પાર્થ ચેટર્જી સાથે જોડાયેલા 13 સ્થળો પર રેડમાં આ કાળા ખેલનો ખુલાસો થયો હતો. પશ્વિમ બંગાળમાં સ્કૂલ સેવા આયોગ અને પ્રાઇમરી એજ્યુકેશન ભરતી કૌભાંડમાં કરવામાં આવ્યું છે. બંગાળમાં આ મોટા કૌભાંડમાં ઇડીની શરૂઆત થઇ કાર્યવાહી સતત ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના સકંજામાં હજુ ઘણા લોકો આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500