મુંબઈમાં શિવસેના જૂથના નેતા અને ધારાસભ્ય અને તેના ભાગીદારો સાથે જોડાયેલા સાત વિવિધ સ્થળે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ દરોડા પાડ્યા હતા. મુંબઈમાં જોગેશ્વરીમાં એક હોટલના નિર્માણના મામલે ઉદ્ધવ જૂથના નેતા અને ધારાસભ્ય રવીન્દ્ર વાયકર અને તેમના સાથીઓના વિવિધ સાત સ્થળે પર EDએ કાર્યવાહી કરી હતી. EDએ આ કાર્યવાહી જોગેશ્વરીમાં જમીનના ઉપયોગની શરતોમાં કથિત રીતે છેડછાડ કરીને હોટલ બનાવવાના મામલે કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડામાં વાયકર અને તેના કેટલાક સહયોગીઓ તેમજ અન્ય લોકોનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રવીન્દ્ર વાયકર શિવસેના (ઉદ્ધવ) જૂથમાંથી શિવસેનાના ધારાસભ્ય છે અને મહારાષ્ટ્ર વિધાનસભામાં જોગેશ્વરી પૂર્વ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. આ પહેલા ગયા વર્ષે EDએ બૃહદ મુંબઈ સાથેના કરારનું ઉલ્લંઘન કરીને જોગેશ્વરીમાં એક ભવ્ય હોટલના નિર્માણના સંબંધમાં રવિન્દ્ર વાયકર, તેમની પત્ની અને અન્યો વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો. વાયકર અને અન્ય પાંચ સામે મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા કેસ નોંધાયો હતો. EDનો મની લોન્ડરિંગ કેસ તેની જ એફઆઈઆર પર આધારિત હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application