EDએ ઉંચુ વળતરની લાલચ આપીને રોકાણકારો સાથે છેતરપિંડી કરવા બદલ લખનઉ સ્થિત કંપની વિરુદ્ધની મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે EDના અધિકારીઓએ દિલ્હી, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કુલ 20 પરિસરોમાં દરોડા પાડયા હતાં તેમ સત્તાવાર સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 800 કરોડ રૂપિયાની બનાવટી રોકાણ સ્કીમ સાથે સંકળાયેલ શાઇન સિટી પ્રોપર્ટીઝ અને અન્ય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ દિલ્હી, વારાણસી, પ્રયાગરાજ, લખનઉ અને મહારાષ્ટ્રમાં 20 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતાં. EDએ ઉત્તરપ્રદેશ પોલીસની એફઆઇઆરને આધારે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. EDએ આરોપ મૂક્યો છે કે, કંપની અને તેના પ્રમોટરો તથા રાશીદ નસીમ, આસીફ નસીમ, અમિતાભકુમાર શ્રીવાસ્તવ અને મીરા શ્રીવાસ્તવ સહિતના આરોપીઓએ ઉંચુ વળતર આપવાની લાલચ આપીને રોકાણકારો સાથે છેતરપિંડી આચરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 128 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500